• ગુરુવાર, 02 જુલાઈ, 2026

ભારત-પાક દુશ્મની ખતમ કરે; 117 હસ્તીનો પત્ર

બંને દેશના લોકોએ મોદી-શાહબાઝને પત્ર લખી, વાતચીત, વિઝા સેવા શરૂ કરવા સહિતની વિવિધ માંગો કરી

નવી દિલ્હી, તા. 1 : સંબંધ સુધારો, દુશ્મની ખતમ કરો, વાતચીત કરો... તેવી અપીલ ભારત અને પાકિસ્તાનની 117 હસ્તીએ બંને દેશના વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફને લખેલા પત્રમાં કરી હતી.

આ પત્રમાં દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાય અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ રચાય તે માટે ટકરાવના સ્થાને વાતચીતનો માર્ગ પસંદ કરવાની ભલામણ કરાઇ છે.

પૂર્વ અધિકારી, સામાજિક અને રાજકીય ક્ષેત્રના લોકોએ આ પત્ર લખ્યો છે. તાણ ઘટાડી, બંને દેશ વચ્ચે વિઝા સેવા શરૂ કરવા તેમજ હવાઇ ક્ષેત્રને ફરી ખુલ્લું કરવા સહિતની માંગ પત્રમાં કરાઇ છે.

ભારત તરફ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફતી, રાજદ સાંસદ મનોજ ઝા, મીરવાઇઝ ઉમર ફારૂક, હુમાયુ કબીર સહિત 61 લોકોના પત્રમાં હસ્તાક્ષર છે.

પાકિસ્તાન તરફથી પૂર્વ વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસૂરી, અશરફ જહાંગીર કાજી, નેશનલ એસેમ્બલીના સભ્ય ઇસ્ફનયાર ભંડારા તેમજ પરમાણુ વૈજ્ઞાનિક પરવેઝ હુદમોય સહિત 56 લોકોએ હસ્તાક્ષર કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક