• શુક્રવાર, 03 જુલાઈ, 2026

વૈભવના પદાર્પણ મામલે ગાવસ્કર નારાજ

નવી દિલ્હી, તા.2: પ્રતિભાશાળી 1પ વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનેશનલ ડેબ્યૂનલ ઇંતઝાર વધી રહ્યો છે. આયરલેન્ડ સામે બે મેચમાં તેને તક મળી ન હતી. હવે ઈંગ્લેન્ડ સામેના પહેલા ટી-20 મેચમાં ભારતીય ઈલેવનમાં પણ વૈભવનો સમાવેશ કરાયો ન હતો. કોચ ગંભીરના આ નિર્ણયથી ભારતના પૂર્વ કપ્તાન અને જાણીતા કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર નારાજ છે. તેમણે કહ્યું વૈભવને જેટલો મોડો રમાડવામાં આવશે એટલું તેના પર દબાણ વધશે. તેને જો શ્રેણીમાં ત્રીજા કે ચોથા મેચમાં તક આપશો તો તેના પર સારા દેખાવનું દબાણ વધશે. તેના મગજમાં એ વાત રહેશે કે મારે ટીમમાં ટકી રહેવા માટે રન કરવા પડશે. આથી તે પોતાની નેચરલ ગેમ રમી શકશે નહીં. ગાવસ્કર કહે છે કે મને એ વાતની ખુશી છે કે વૈભવ હાલ સીનીયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરી રહ્યો છે. આથી તેને ઘણું શિખવાનું મળશે. સિનિયર ટીમ સાથે રહેવાથી વૈભવનો ઘણો વિકાસ થશે. તેવું ગાવસ્કરનું કહેવું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક