અમરેલી,તા.31: અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા મામલતદાર અને પોલીસની ટીમે મોડી રાત્રે પુતળિયા ગામ નજીક સંયુક્ત દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન નદીમાંથી ગેરકાયદે રીતે રેતી ભરીને નીકળતા ડમ્પરોનો પીછો કરીને પાંચ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા.
કાર્યવાહી
દરમિયાન એક ડમ્પર રેતી ભરેલી હાલતમાં ઝડપાયું હતું, જ્યારે અન્ય ચાર ડમ્પરના ચાલકોએ
કાર્યવાહીથી બચવા માટે રસ્તામાં જ રેતી ખાલી કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે
મામલતદાર અને પોલીસની સતર્ક ટીમે ગામની શેરીઓમાં ઘૂસી ગયેલા ડમ્પરોને પણ ઝડપી પાડી
કાર્યવાહી કરી હતી. દરોડાના કારણે ખનીજ માફિયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઝડપાયેલા ડમ્પરો
અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.