ભાવનગર, તા.30: વિદેશમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધે સોલા વિસ્તારમાં રહેતી એક મહિલા સામે રૂ. 4.72 કરોડની છેતરાપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલાએ ’ઇંઊઝ ઠઊઅકઝઇં ઈછઊઅઝઈંઘગ ઋછઘઞઙ’ નામના પ્લેટફોર્મ દ્વારા શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ફરિયાદી તથા તેમના સગા-સંબંધીઓ અને મિત્રો સહિત 20 જેટલા રોકાણકારો પાસેથી વિવિધ સ્કીમોમાં કુલ રૂ. 4.72 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હતું. રોકાણની મુદત પૂરી થતાં નાણાં કે વળતર પરત ન આપી ક્રિપ્ટો કોઈન ડાઉન થયાનું બહાનું ધરી ફોન બંધ કરી દેનાર આરોપી મહિલા નિકિતા વિશાલકુમાર વ્યાસની પોલીસે અટકાયત ગુનો દાખલ કરી પોલીસે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.