તાલાલા, તા.30: તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગિર ગામમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ગત તા.23 મેથી તા.25 મે દરમિયાન અજાણ્યા શખસોએ રાત્રીના સમયે ઘરમાં ઘૂસી સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં. આ અંગે જુબેદાબેન હાસમભાઈ પડાણિયાએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચિત્રાવડ
ગામે એકલાં રહેતા વૃદ્ધાના ઘરમાંથી થોડાં દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. જે કેસમાં
તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ વાળા, ગાવિંદ મારૂને ગામના
જ શખસો સંડોવાયેલા હોવાની બાતમી મળતાં પોલીસે જૂનાગઢ જેલમાં રહેલા સમીર ઈસુબ પરમાર
ઉર્ફે ટીની, અસ્લમ હનીફ બ્લોચ ઉર્ફે અટુ (રે.બંને ચિત્રાવડ)નો જેલમાંથી કબજો મેળવી
બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં ગામના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જુબેદાબેન પડાણીયાનાં
ઘરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ચેઈન, પાટલા
મળી કુલ રૂ.6.55 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. બંને તસ્કરો વિરુદ્ધ વધુ એક ચોરીનો
ગુનો નોંધી પી.એસ.આઈ. પૂર્વાબેન ધનેશાએ વધુ તપાસ હાથ ધરી છે.