• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

રાજકોટના શાળા સંચાલક સાથે પિતા-પુત્રે આચરી રૂ.66.80 લાખની છેતરપિંડી

અમરેલી, તા.31: રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા મોટા મૌવા, કદમ હાઇટસ ફ્લેટમાં રહેતા અને બાબરાના અમરાપરાના વતની અલ્પેશભાઇ બાબુભાઇ ભટ્ટ નામના  46 વર્ષીય સ્કુલ સંચાલકને બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી નિગમ મનોજભાઇ ગૌસ્વામી તથા મનોજ ગૌસ્વામીને આજથી બે વર્ષ પહેલા રૂ.10,00,000 રોકડા બાદમાં રૂ.4,80,000 બેંક એકાઉન્ટ દ્વારા આપેલા હતા. તેમજ આરોપીઓના કહેવાથી અમરાપરા મુકામે આવેલા સ્કુલ સંચાલકની માલીકીના બે મકાનનો દસ્તાવેજો કરી આપી, જેના કિમત રૂ.52,00,000 એમ કુલ રૂ.66,80,000 હાથ ઉછીના આપેલા હતા. જે રૂપિયા આરોપીઓએ સ્કુલ સંચાલકને માર્ચ-2026માં પરત આપી દેવાનો વિશ્વાસ આપાવ્યો હતો પરંતુ સ્કુલ સંચાલકે તેમની પાસે અવાર નવાર ઉઘરાણી કરવા છતા રૂપિયા પરત ન આપી બંને આરોપીઓએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક