ગ્લાસગો તા.2ઃ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને ગ્લાસગોમાં એક રેસ્ટોરેંટમાં ડિનર માટે આમંત્રિત કરાયા હતા. મિસ્ટર સિંહ ઈન્ડિયા-ધ હોમ ઓફ કરી નામક આ રેસ્ટોરેંટ બાદમાં વિવાદમાં આવી ગયું છે. ખેલાડીઓને જે નેપકીન અપાયા તેમાં ભારતનો અૂyરો નકશો હતો. નોર્થ-ઇસ્ટ વિસ્તાર નકશામાં પૂરી રીતે ગાયબ હતો. આથી કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક જીતનાર ભારતની સ્ટાર મુક્કેબાજ લવલીના બોરગોહન ભડકી ઉઠી હતી. લવલીનાએ ભારતના અધૂરા નકશા પર મીડિયા સમક્ષ નારાજગી વ્યકત કરી હતી. બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અજય સિંહે લવલીનાનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું નકશામાં જમ્મૂ-કાશ્મીરનો પણ પૂરો હિસ્સો દર્શવવામાં આવ્યો નથી. ગ્લાસગોમાં આ ભારતીય વાનગીનું રેસ્ટોરેંટ સિંહ પરિવાર ચાર પેઢીથી ચલાવી રહ્યા છે.