નવી દિલ્હી, તા. 2 : ઈન્ડોનેશિયાના મદુરા ટાપુ પાસે રવિવારે એક નૌકામાં ભીષણ આગ લાગતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પાંચ યાત્રીનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય 41 યાત્રી લાપતા બન્યા હતા. નૌકામાં કુલ્લ 271 યાત્રી અને ચાલકો સવાર હતા, જેમાંથી 22પ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. લાપતા લોકોની તલાશ માટે અભિયાન છેડાયું હતું. દુર્ઘટના થતાં જ યુદ્ધનાં ધોરણે બચાવ-રાહત ઝેબેશ હાથ ધરાતાં વધુ મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ હતી. પૂર્વી જાવા પ્રાંતથી નૌકા દક્ષિણ સુલાવેસીનાં મકાસર શહેર તરફ રવાના થઈ ત્યારે આગ લાગી હતી.