• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

સોશિયલ મીડિયામાં નફરત ફેલાવનારા સતાર મૌલાનાનો શરતી જામીન પર છૂટકારો

પોરબંદર, તા.12 : પોરબંદરના સતાર મૌલાના એ જાહેર કાર્યક્રમમાં સૈયદ અને તાજીયા વિશે અપમાનજનક ભાષામાં ટિપ્પણી કરવાની સાથો સાથ મુસ્લિમ સમાજમાં દુશ્મનાવટ ઊભી થાય તેવું કૃત્ય કર્યાનો ગુનો દાખલ થયા બાદ પોલીસે આ ગુનામાં તેની ધરપકડ કરી લીધા બાદ કોર્ટમાં રજૂ કરતા તેના શરતી જામીન મંજૂર થયા છે. આરોપી તરફે ભરતભાઈ લાખાણીએ દલીલો કરી હતી.ત્યારબાદ એડિશનલ સિનિયર જજ મન્સુરીએ ફરિયાદ પક્ષની મુદત અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ આરોપીપક્ષે વિગતવાર દલીલ કરતા ફરિયાદ પક્ષના વકીલે ફરીથી વાંધા રજૂ કરતા કાનૂની વિવાદ ઉભો થયો હતો અને ત્યારબાદ સતાર મૌલાનાને શરતોને આધિન જામીનમુકત કરવાનો હુકમ થયો હતો. સતાર મૌલાના સામે કોર્ટે પાંચ મહત્ત્વની શરતો રાખી છે અને તેને આધીન જામીન મળ્યા છે. જેમાં તેમણે ગુજરાત રાજ્યની હદને છોડવી નહી તથા ફરિયાદી અને સાહેદો જે વિસ્તારમાં રહે છે ત્યાં પ્રવેશ કરવો નહીં. ફરિયાદીપક્ષ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવો નહીં. ફરિયાદી પક્ષને ધાકધમકી આપવી નહીં અને ફરીથી ગુનો કરવો નહી તે પ્રકારની પાબંદીઓ સાથે કોર્ટે શરતી જામીન આપ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક