• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

મહાત્મા ગાંધીના ફોટો સાથે અશ્લીલ રીલ બનાવનાર યુવતી ઝડપાઈ

500ની ચલણી નોટ સાથે રીલ બનાવી, સુરત પોલીસે સોશિયલ મીડિયા પર લાખોના ફેન ફોલોઅર્સ ધરાવતી સીમરન પટેલની ધરપકડ કરી

સુરત, તા. 4 : ગાંધી જયંતીના એક દિવસ પહેલા મહાત્મા ગાંધીના ફોટો સાથેની ચલણી નોટ સાથે સિમરન પટેલ નામની યુવતીએ અપમાનજનક શબ્દો સાથે વીડિયો બનાવ્યો હતો. જે વાઇરલ થતાં એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ સુરત પોલીસે સિમરનની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર અશોભનીય રીલ બનાવનાર સિમરન ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

સિમરન પટેલે 1 ઓક્ટોબરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ-વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ભારતીય ચલણની રૂ. 500ની નોટમાં રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટો અશોભનીય રીતે દર્શાવી, તેને અપમાનજનક નિવેદનો સાથે જોડી લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું હતું.

આ વીડિયો વાઇરલ થયા બાદ એક જાગૃત નાગરિક દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-2008ની કલમ-67 મુજબ ગુનોદાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના ડેટા અને ટેકનિકલ કડીઓના આધારે પોલીસે આરોપી મહિલા સિમરન અમિત પટેલને ઝડપી લીધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક