સૂમીમાં ડ્રોન હુમલામાં રાજીવ ગુપ્તાની દવાની ફેક્ટરી નષ્ટ : એકનું મોત, અમુક ઘાયલ: રૂા. 400 કરોડનું નુક્સાન
નવી દિલ્હી,તા.4 રશિયાએ યુક્રેનના સૂમી શહેરમાં એક
ભારતીય કારોબારી રાજીવ ગુપ્તાની દવા બનાવવાની ફેક્ટરી પર ડ્રોન વડે મોટો હુમલો કર્યો
હતો જેમાં એક જણનું મોત થઈ ગયું હતું, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. હુમલાને
લીધે ફેક્ટરીની મુખ્ય ઈમારતને ભારે નુક્સાન થયું હતું. પ્રાથમિક અંદાજ મુજબ કંપનીને
કમસે કમ રૂ.400 કરોડનો ફટકો લાગ્યો છે. સૂમીમાં કુસુમ ગ્રુપની ફેકટરી પર રૂસનો ડ્રોન
હુમલો થયો હતો. રાજીવ ગુપ્તા 1990ના દશકમાં યુક્રેન ગયા હતા અને કુસુમ ગ્રુપનો મોટો
કારોબાર ઉભો કર્યો હતો. હુમલા બાદ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી અને મોટા પાયે ધુમાડો
નીકળતો જોવા મળ્યો હતો.અધિકારીઓના જણાવ્યા અનુસાર એક જણનું મોત થયું છે અને કેટલાકને
ઈજા થઈ છે. મૃંતકોની સંખ્યા વધી શકે છે.