• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

રેસ્ટ અૉફ ઇન્ડિયાએ ઈરાની કપ જીત્યો

મુકેશ કુમારે ચાર બોલમાં ત્રણ વિકેટ ઝડપી, 167 રને વિજય

 

શ્રીનગર, તા.4 : રિષભ પંતના નેતૃત્વ હેઠળની રેસ્ટ અૉફ ઇન્ડિયા  ટીમે રણજી ચેમ્પિયન જમ્મુ-કાશ્મીરને 167 રને હાર આપી ઈરાની કપ પોતાનાં નામે કરી લીધો છે. શ્રીનગરમાં રમાયેલા આ ફાઈનલ મુકાબલામાં ઝડપી બોલર મુકેશ કુમારની ઘાતક બાલિંગના જોરે રેસ્ટ અૉફ ઇન્ડિયાએ રેકોર્ડ 31મી વખત આ ટ્રોફી કબજે કરી છે.

રેસ્ટ ઓફ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં 237 રનમાં સમેટાઈ ગયું હતું,  જ્યારે સામે પક્ષે જમ્મુ-કાશ્મીરે કેપ્ટન પારસ ડોગરા (75) અને અબ્દુલ સમદ (57)ની ઇનિંગ્સના દમ પર 278 રન બનાવી 41 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી હતી.

જોકે, બીજા દાવમાં સ્મરણ રવિચંદ્રને મુશ્કેલ પરિસ્થિતિમાં 113 બોલમાં અણનમ 126 રનની લડાયક ઈનિંગ રમી બાજી પલટી નાખી હતી. તેને સનત સાંગવાન (55)નો સાથ મળ્યો અને ટીમે 319 રન ખડકી વિરોધી ટીમ સામે 279 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જમ્મુ-કાશ્મીરની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 111 રનમાં જ ધરાશાયી થઈ ગઈ. એક તબક્કે 3 વિકેટે 89 રન બનાવી લડત આપી રહેલી યજમાન ટીમે લંચ બાદ માત્ર 22 રનમાં અંતિમ 6 વિકેટ ગુમાવી દીધી હતી. મુકેશ કુમારે તરખાટ મચાવતા માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક