• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ગુજ્જુ પાઈલટ સ્મિતની બહાદુરીને ઈઝરાયલી નાગરિકોએ પણ વખાણી

 જાહેર સ્થળે આભાર માનવા સાથે બંને દેશની મિત્રતા બિરદાવી

નવી દિલ્હી, તા. 4 : ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પોતાની સૂઝબૂઝથી 174 મુસાફરના જીવ બચાવ્યા હતા. આ ઘટના બાદ ઈઝરાયલના લોકોએ અનોખી રીતે આભાર માન્યો હતો.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં લોકો રસ્તા પર ગુજ્જુ  પાઈલટ સ્મિતની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે અને તેને ધન્યવાદ આપવા સાથે સ્મિત જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં ઈઝરાયલના એક જૂથે જાહેર સ્થળે માઈક્રોફોન મૂક્યું હતું અને સામાન્ય ઈઝરાયલી નાગરિકોને બહાદુર પાઈલટ સ્મિત મચ્છર માટે વ્યક્તિગત સંદેશ આપવા કહ્યું હતું.

ત્યારબાદ આ ભારતીય પાઈલટની હિંમતને બિરદાવવા લોકોએ પ્રેમ, આદર અને મિત્રતાભર્યા શબ્દો કહ્યા હતા. આ સાથે જ ભારત અને ઈઝરાયલની દોસ્તીની પ્રશંસા પણ કરી હતી.

નોંધનીય છે કે, ગત 30 સપ્ટેમ્બરના દુબઈથી તેલ અવીવ જઈ રહેલું ફ્લાયદુબઈનું વિમાન એફઝેડ1073 પર સ્મિતના સહપાઈલટે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા સ્મિતે બહાદુરી અને સૂઝબૂઝપૂર્વક વિમાનમાં સવાર 174 લોકોના જીવ બચાવ્યા હતા.

 

નેતન્યાહૂનો સ્મિતને ફોન : ‘હીરો’ કહ્યો

 ઈઝરાયેલી પીએમનું મિત્ર મોદી સાથે આવવા ગુજ્જુ પાયલટને આમંત્રણ

નવી દિલ્હી, તા. 4 : ઈઝરાયલના વડાપ્રધાન બેજામિન નેતન્યાહૂએ ફલાઈદુબઈના વિમાનમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરે બતાવેલી બહાદુરીની પ્રશંસા કરી હતી. નેતન્યાહૂએ સ્મિતને ફોન કરીને લગભગ છ મિનિટ વાતો કરી હતી.

ઈઝરાયેલી વડાપ્રધાને ગુજ્જુ પાયલટને ફોન કરીને કહ્યું હતુ કે આપ ભારત અને ઈઝરાયલના લોકોના સાચા હીરો છો. આપ આખી દુનિયાના હીરો છો.

નેતન્યાહૂએ સ્મિતને ઈઝરાયલ આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યંy હતું કે, હું આપને અને મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  આવતા સ્વાતંત્ર દિવસ પર ઉજવણીની મશાલ પ્રગટાવવાનું નિમંત્રણ આપું છું.

બેન્જામિને સ્મિતને પૂછ્યુ હતુ કે વિમાનમાં ખરેખર થયું શું હતું? કેપ્ટને કહ્યું હતું કે, હુમલાથી પહેલાં સહપાયલટે નમાજ કરવાની વાત કરી હતી. તેની થોડીક મિનિટો બાદ અચાનક મારા પર હુમલો કરી નાખ્યો હતો.

સંકટની સ્થિતિમાં પણ આપના સાહસ અને સુઝબુઝને જોઈને ભારે આશ્ચર્ય થાય છે. હું ઈચ્છું છું કે આપ જલ્દી ઠીક થઈ જાવ. તેવી શુભેચ્છા પણ નેતત્યાહૂએ આપી હતી.

સહપાયલટ મારી પાછળ બેસીને નમાજ પઢવા લાગ્યો હતો. મારું ધ્યાન વિમાન ઉડાવવામાં હતું. ચાર-પાંચ મિનિટ બાદ અચાનક મારા માથા પાછળ જોરદાર પ્રહાર થયો, તેવું સ્મિત કહ્યું હતું

ગુજરાતી પાયલટે નેતન્યાહૂને જણાવ્યું હતું કે, પ્રહાર થતાં તરત તો વિમાનને કોઈ ગંભીર નુકસાન થયું છે. તેવું મને લાગ્યું હતું. પરંતુ પછીથી ઉપરાઉપરી પ્રહાર શરૂ થતાં જ ને તરત સમજાયું કે મારા પર હુલમો થયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક