શ્રેયસ ઐયરના હાથમાં સુકાન, પ્લેઇંગ ઇલેવનમાં બહોળા ફેરફારો
લખનૌ,
તા.4 : વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વન-ડે શ્રેણી 2-1થી પોતાના નામે કર્યા બાદ
હવે ભારતીય ટીમ પાંચ મેચોની ટી20 શ્રેણી માટે સજ્જ થઈ ગઈ છે. ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં
રમાયેલી અંતિમ વન-ડેમાં 351 રનનો જંગી સ્કોર ખડક્યા છતાં મળેલી આંચકાજનક હાર ભારતીય
છાવણી માટે ચિંતાનો વિષય રહી હતી. આ પરાજયના ઘા ભૂલીને ટીમ ઇન્ડિયા હવે મંગળવારે 6
ઓક્ટોબરથી લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે ટી20 શ્રેણીનો
પ્રારંભ કરશે.
ત્રીજી
વન-ડેની પ્લેઇંગ ઇલેવનની તુલનાએ પ્રથમ ટી20માં ભારતની ટીમ સંપૂર્ણપણે બદલાયેલી નજરે
પડશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેપ્ટન શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, રવીન્દ્ર
જાડેજા, મોહમ્મદ સિરાજ, ગુરનૂર બ્રાર અને અંશુલ કંબોજ સહિત 9 ખેલાડીઓ ટી20 સેટઅપમાંથી
બહાર રહેશે. વન-ડે ટીમમાંથી માત્ર કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર જ ટી20
સ્ક્વોડનો હિસ્સો છે.
આ ટી20
શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન શ્રેયસ ઐયર સંભાળશે. ટીમમાં વિસ્ફોટક યુવા ઓપનર વૈભવ
સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, ઈશાન કિશન, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ
અને અર્શદીપ સિંહ જેવા ટી20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
શ્રેણીનું
શેડયૂલ
6 ઓક્ટોબર : લખનૌ
9 ઓક્ટોબર : રાંચી
11
ઓક્ટોબર : ઈન્દોર
14
ઓક્ટોબર : હૈદરાબાદ
17
ઓક્ટોબર : બેંગલુરુ