• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે આવતીકાલથી વનડે શ્રેણીનો પ્રારંભ

હાર્દિક પંડયા બહાર, ઋતુરાજ ગાયકવાડ સંભાળશે સુકાન

 

નવી દિલ્હી, તા.4 : ભારત એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે ત્રણ મેચની અનઓફિશિયલ વન-ડે શ્રેણી રમાશે. આગામી 6 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી આ શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ફિટનેસ મેળવવામાં નિષ્ફળ રહેતાં આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેનાં સ્થાને યુવા ખેલાડી સૂર્યાંશ શેડગેને ટીમમાં સ્થાન મળ્યું છે.

 બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સેલન્સના રિપોર્ટ મુજબ, હાર્દિકને સંપૂર્ણ મેચ-ફિટનેસ પ્રાપ્ત કરવામાં હજુ વધુ સમય લાગી શકે છે, જેનાં કારણે આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ તેની ઉપલબ્ધતા પર શંકાનાં વાદળો ઘેરાયાં છે. પ્રથમ વન-ડે 6 ઓક્ટોબર, બીજી વન-ડે 9 ઓક્ટોબર અને ત્રીજી વન-ડે 11 ઓક્ટોબરના રોજ રમાશે.

 ભારત એ સ્ક્વોડમાં ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, નમન ધીર, નિશાંત સિંધુ, અર્શિન કુલકર્ણી, અરશદ ખાન, વિપ્રજ નિગમ, કુમાર કુશાગ્ર, યશ ઠાકુર, ગુરજાપનીત સિંહ, સૂર્યાંશ શેડગે સહિતના ખેલાડીઓ રહેશે

ઇ-પેપરના નવા શુલ્ક