• સોમવાર, 12 ઑક્ટોબર, 2026

મેડ સંધુ હત્યા કેસમાં ગુજરાતમાંથી વધુ ત્રણ આરોપી ઝડપાયા

ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીનું વાપીમાં સંયુક્ત ઓપરેશન ઃ હત્યા પહેલાં રેકી કરી હોવાનો ખુલાસો, આરોપીઓઁ

 પંજાબ પોલીસને સોંપાયા

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 11ઃ પંજાબના અમૃતસરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર મેડ સંધુ ઉર્ફે મધુસુદન સિંહની હત્યા કેસમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીને મોટી સફળતા મળી છે. હત્યા કેસમાં સંડોવાયેલા ફરાર ત્રણ આરોપીઓને વાપીમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ હત્યા પહેલાં ઘટનાસ્થળની રેકી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે. ત્રણેયને પંજાબ પોલીસને સોંપવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓમાં પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી હરસિમરનજિત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા, ફતેહ સિંહ અને અરમાન સિંહનો સમાવેશ થાય છે. પંજાબની સીઆઈએ દ્વારા ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ વાપીમાં છુપાયા હોવાની અને ત્યાંથી અન્યત્ર ભાગવાની તૈયારીમાં હોવાની માહિતી મળતાં ગુજરાત એટીએસે વલસાડ એસઓજી સાથે સંકલન કર્યું હતું.

ત્યારબાદ સંયુક્ત ટીમે કાર્યવાહી કરીને ત્રણેયને ઝડપી પાડÎા

હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 3 ઓક્ટોબરના રોજ અમૃતસરમાં લોરાહકા રોડ પર આવેલા કાર ધોવાના કેન્દ્ર નજીક મેડ સંધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ કથિત શૂટર પરામિંદર કાકા ઉર્ફે પરામિંદર પ્રસાદને અમદાવાદના વાડજ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડÎો હતો.

ગુજરાત એટીએસની પૂછપરછ બાદ પંજાબ પોલીસને જાણ કરવામાં આવી હતી. તા. 10 ઓક્ટોબરે પંજાબ પોલીસ ગુજરાત આવી ત્રણેય આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે રવાના થઈ હતી. હવે આરોપીઓની પૂછપરછમાં હત્યામાં તેમની ચોક્કસ ભૂમિકા અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક