• રવિવાર, 01 નવેમ્બર, 2026

જૂનાગઢમાં યુવતીને ભગાડી જનારના પરિવાર પર ટોળાનો ઘરમાં ઘૂસી હુમલો

જૂનાગઢ,તા.31: જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા યુવાને ઇત્તર જ્ઞાતિની યુવતીને ભગાડી પ્રેમ લગ્ન કરવાના મનદુ:ખમાં યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે પહોંચી હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી  આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મધુરમમાં આવેલા આકાશગંગામાં રહેતા મનીષ મહેન્દ્ર  મેસવાણીયાના ભાઈ હિરેનએ આ જ વિસ્તારમાં રહેતા એક પરિવારની પુત્ર ખડીયા તેના મામાના ઘરે આટો દેવા જવાનું કહી નીકળી ત્યારે આ યુવક તેને ભગાડી પ્રેમલગ્ન કરી લીધા હતા. આ મનદુ:ખમાં યુવતીના પરિવારજનો યુવકના ઘરે જઈ પોતાની પુત્રીને પરત સોંપી દેવા, નહીં તો માઠા પરિણામ આવવાની ધમકી આપી હતી. પરંતુ યુવકના પરિવારજનોએ અજાણતા દર્શાવી હતી. તેથી મહેશ જેસા ભૂતિયા, અરજણ ભોગસરા, પ્રતાપ મેર, લીલા પરમાર, લખુ ઓડેદરા, કરસન મેર લીલુબેન ભુતીયા અને લાભુબેન ભૂતિયા યુવકના ઘરે પહોંચી તેના ભાઈ, માતા-પિતા અને પત્ની પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ અંગે મનીષ મહેન્દ્ર મેસવાણીયાએ સી.ડિવિઝન પોલીસમાં આઠ શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક