સિરાજ-જાડેજાને બહાર કરવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયના બચાવમાં બેટિંગ કોચ
વેલિંગ્ટન
તા.19: ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે ન્યુઝીલેન્ડ વિરુદ્ધના પહેલા ટેસ્ટની
ઇલેવનમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને બહાર રાખવાના નિર્ણયનો બચાવ કર્યો હતો.
તેણે કહ્યું ઇલેવનની પસંદગી ફકત પહેલા દિવસના પ્રદર્શનને ધ્યાને રાખી કરવામાં આવી નથી,
પણ પાંચ દિવસની પરિસ્થિતિને ધ્યાને રાખી શ્રેષ્ઠ સંયોજન પસંદ કરાયું છે.
ભારતીય
ટીમ ચાર ઝડપી બોલર સાથે ઉતરી હતી. બુમરાહની આગેવાનીમાં પ્રસિદ્ધ કૃષ્ણા, અંશુલ કમ્બોજ
અને આકાશ દીપને જગ્યા મળી હતી. આથી અનુભવી સિરાજને બહાર બેસવું પડયું હતું જ્યારે રવીન્દ્ર
જાડેજાને સ્થાને વોશિંગ્ટન સુંદર પર કોચ ગંભીરે ભરોસો મુકયો હતો.
બેટિંગ
કોચ કોટકે સિરાજ વિશે કહ્યું તેની સાથે કોઇ સમસ્યા નથી. ટીમ મેનેજમેન્ટે શ્રેષ્ઠ ઇલેવન
પસંદ કરી છે. મને નથી લાગતું કે સિરાજને બહાર રાખવાનો નિર્ણય ખોટો છે. સુંદર વિશે એવું
કહ્યું કે ન્યુઝીલેન્ડના ટોચના ક્રમમાં ચાર ડાબોડી બેટધર હોવાથી આ નિર્ણય લેવાયો હતો.
આ મેચનું આ જ સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે.