• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

શ્રીલંકા સામેના બીજા ટેસ્ટમાં પાકિસ્તાનને વિજયની તક શ્રીલંકા ફકત 82 રન આગળ અને 1 વિકેટ જ હાથમાં

રાવલપિંડી, તા.19: બીજા દાવમાં પ્રવાસી ટીમ શ્રીલંકાના સંઘર્ષ છતાં પાકિસ્તાન વિજય તરફ આગળ વધી રહ્યું છે. બીજા ટેસ્ટના આજે ત્રીજા દિવસના અંતે શ્રીલંકા 82 રને આગળ છે અને ફકત 1 વિકેટ જ હાથમાં છે. બીજા દાવમાં શ્રીલંકાએ 93 ઓવરમાં 309 રન બનાવ્યા છે.

શ્રીલંકા તરફથી બીજા દાવમાં આઠમા ક્રમના ખેલાડી મિલન રત્નાયકે  82 દડામાં અણનમ 60 રનની સર્વાધિક ઇનિંગ રમી હતી. આ સિવાય સોનલ દિનુશાએ પ4 અને કપ્તાન કુસલ મેન્ડિસે પ3 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બીજા દાવમાં આમેર જમાલે 3 અને મોહમ્મદ અબ્બાસ-રઝાઉલ્લાહે 2-2 વિકેટ લીધી હતી.

શ્રીલંકાનો પહેલા દાવમાં 98 રનમાં ધબડકો થયો હતો. પાકિસ્તાને પહેલા દાવમાં 32પ રન કરી 227 રનની સરસાઇ મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક