• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

જેનઝી મોડમાં મોદી ઃ જીટીએ-6 ઉપર શેર કરી પોસ્ટ

નવી દિલ્હી, તા. 19 ઃ ગેમિંગ કોમ્યુનિટીમાં વર્તમાન સમયે ખુશીની લહેર છે કારણ કે ગેમિંગ કંપની રોકસ્ટરે અંદાજિત 13 વર્ષના લાંબા ગાળા બાદ ગ્રાન્ડ થેફ્ટ ઓટો - 6 લોન્ચ કરી છે. આ ગેમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદી પણ ટ્રેન્ડમાં સામેલ થયા છે. પીએમ મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા ઉપર જીટીએ-6 સંબંધિત એક પોસ્ટ શેર કરીને સૌને ચોંકાવ્યા હતા.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોતાની એક પોસ્ટમાં જીટીએ-5થી જીટીએ-6 સુધી પહોંચવા દરમિયાન ભારતમાં થયેલા વિકાસની ઝલક બતાવી હતી. પીએમ મોદીએ બતાવ્યું હતું કે, 13 વર્ષમાં તેમની સરકારનાં નેતૃત્વમાં ભારતે અલગ અલગ ક્ષેત્રમાં વિકાસની નવી ઊંચાઈ મેળવી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ભારત એક નવી જ ગેમ રમી રહ્યું છે. પીએમ મોદીએ પોસ્ટ સાથે 10 તસવીર શેર કરી હતી. જેમાં ભારતે 13 વર્ષમાં ગરીબી, નક્સલવાદ સહિતના મોરચે કેવું પ્રદર્શન કર્યું છે તે બતાવવામાં આવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક