લીસ્ટ A ક્રિકેટનો ચોથો સૌથી ઓછો સ્કોર નેપાળે નોંધાવ્યો: પાંચ ખેલાડી ઝીરોમાં આઉટ
પ્રિંસ
યાદવની 5 અને હર્ષિત રાણાની 4 વિકેટ: તિલક અને કુમારની સદી
દોહા
તા.20: એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ વન ડે ટ્રોફીમાં નેપાળ વિરૂધ્ધ ભારતીય એ ટીમનો
306 રને વિક્રમી વિજય થયો છે. ભારત એ ટીમના 9 વિકેટે 332 રનના જવાબમાં નેપાળ ટીમ ફકત
26 રનમાં ઓલઆઉટ થઇ હતી. જે લિસ્ટ એ ક્રિકેટમાં ચોથી સૌથી ઓછો ટીમ ટોટલ સ્કોર છે. પ્રિંસ
યાદવ અને હર્ષિત રાણાની કાતિલ બોલિંગ સામે નેપાળ ટીમ માત્ર 11.3 ઓવરમાં ડૂલ થઇ ગઇ હતી.
પ્રિંસ યાદવે 6 રનમાં પ અને હર્ષિત રાણાએ 16 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
333
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા નેપાળ ટીમે 1 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં
પૂરી ટીમ 26 રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. નેપાળનો કોઇ બેટર બે આંકડે પહોંચી
શકયો ન હતો. પાંચ ખેલાડી ઝીરોમાં આઉટ થયા હતા.
આ પહેલા
ભારત એ ટીમે કુમાર કુશાગ્રના 117 અને કપ્તાન તિલક વર્માના 107 રનની મદદથી 9 વિકેટે
332 રન કર્યાં હતા. અભિષેક શર્મા 9 રને અને વૈભવ સૂર્યવંશી 26 રને આઉટ થયા હતા.