• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

મહારાષ્ટ્ર પાણી-પાણી : પૂણેમાં સ્થિતિ ખરાબ

વરસાદના કહેરનાં કારણે પૂણે જિલ્લો જળમગ્ન : મુંબઈમાં પણ જનજીવન પ્રભાવિત

પૂણે, તા. 25 : મહારાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં વરસાદનો કહેર ચાલી રહ્યો છે. મુંબઈ, પૂણે, પાલઘર સહિત ઘણી અન્ય જગ્યાઓએ સ્થિતિ વણસી રહી છે. મુંબઈમાં સાર્વજનિક પરિવહન સેવા ઘણી પ્રભાવિત થઈ છે. સૌથી ખરાબ સ્થિતિ પૂણેનીસ છે. જેમાં જિલ્લાનો મોટો હિસ્સો જળમગ્ન થયો છે. લોકોની મદદ માટે હોડીઓ તૈનાત કરવામાં આવી છે અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ સતત કામગીરી કરી રહી છે. સતત વરસાદનાં કારણે સડક, રેલવે ટ્રેક અને લોકોનાં ઘરમાં પાણી ભરાયા છે. આ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને અમુક જગ્યાએ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં વરસાદના કહેર વચ્ચે વધુ ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. પૂણેના અઘરવાડીમાં ભૂસ્ખલન થતા એકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ત્રણ લોકોનું વીજ કરન્ટનાં કારણે મૃત્યુ થયું હતું. રાજ્યમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, એનડીઆરએફની ટીમોને સૂચિત કરી દેવામાં આવી છે અને કામ શરૂ થઈ ચૂક્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક