• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

કારગિલ વિજય દિવસનો નજારો જોવાનો પાક.ને પણ અવસર !

લેહ, તા.26: ભારતીય સેનાએ 1999માં કારગિલમાં જે શૌર્ય અને પરાક્રમનો પરચો આપ્યો હતો તેને આજે પણ દુનિયા યાદ કરે છે. પાકિસ્તાન પણ ભારતે મારેલા એ ઘાને ક્યારેય ભૂલવાનું નથી. દર વર્ષની માફક આ વર્ષે પણ 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખમાં કારગિલ વિજય દિવસ સમારોહની શરૂઆત કરવામાં આવી છે. આ વખતે આ ઉજવણી જોવાનો અવસર ભારતીય સેનાએ પાકિસ્તાનને પણ આપ્યો છે. 17,પ00 ફૂટની ઊંચાઈવાળી સૈન્ય ચોકીએથી પાકિસ્તાન પણ આ સમારોહનો નજારો જોઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, પોઇન્ટ પ3પ3થી પાકિસ્તાની સેના શ્રીનગર-લેહ હાઇ વે ઉપર નજર રાખી શકે છે. દ્રાસ પાસે લામોચેનની ચોટી ઉપર વિજય દિવસ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક