• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

VIP સુરક્ષામાંથી હટશે ગજઋ કમાન્ડો

હવે CRPFના હાથમાં જવાબદારી : કેન્દ્ર સરકારનો નિર્ણય

 

નવી દિલ્હી, તા. 16 : કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, એનએસજી કમાન્ડોને તમામ વીઆઇપી સુરક્ષા ફરજોમાંથી હટાવવામાં આવશે. આ દળનો ઉપયોગ માત્ર આતંકવાદ વિરોધી કામગીરી માટે કરવામાં આવશે. મોટાં જોખમમાં રહેલા વીઆઇપીની સુરક્ષાની કમાન હવે સીઆરપીએફને સોંપવામાં આવશે. આ આદેશ આવતા મહિનાથી અમલમાં આવશે.

સંસદની સુરક્ષામાંથી નિવૃત્ત થયેલા સીઆરપીએફ જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે અને તેમને સીઆરપીએફ વીઆઇપી સુરક્ષા પાંખમાં મોકલવામાં આવ્યા છે. આ માટે નવી બટાલિયનની રચના કરવામાં આવી છે. હવે આ જવાન વીઆઇપીની સુરક્ષા કરશે. હાલમાં ઝેડ પ્લસ કેટેગરીના વીઆઇપી છે, જેમની સુરક્ષા એસએસજીના બ્લેક કેટ કમાન્ડો કરે છે. સીઆરપીએફ પહેલાંથી જ છ વીઆઇપી સુરક્ષા બટાલિયન ધરાવે છે. નવી બટાલિયન સાથે તે સાત થઈ જશે. નવી બટાલિયન થોડા મહિના પહેલાં સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. હવે આ કામ સીઆઇએસએફને સોંપવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક