નવી દિલ્હી, તા.19 : રાજ્યસભામાં
બંધારણ મુદ્દે ચર્ચાના ભાષણમાં ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી
ટિપ્પણીની વીડિયો ક્લિપ શેર કરવા બદલ કોંગ્રેસના નેતાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
એકસ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે.
વિપક્ષી સૂત્રોએ દાવો કર્યો કે
એકસ પ્લેટફોર્મ તરફથી આ મામલે કરવામાં આવેલા સંવાદમાં ગૃહ મંત્રાલયના સાયબર અપરાધ સમન્વય
કેન્દ્રથી મળેલી નોટિસને ટાંકવામાં આવી છે. જેમાં કોંગ્રેસના નેતાઓએ શેર કરેલી સામગ્રીને
ભારતના કાયદાનો કથિત રુપે ભંગ થયાનું ગણાવી તેને હટાવવા નિર્દેશ અપાયો છે.એકસ કે ગૃહ
મંત્રાલયના કેન્દ્ર તરફથી હજુ આવી નોટિસ અપાયાનું જાહેર કરાયું નથી પરંતુ કોંગ્રેસના
નેતાઓને એક્સ તરફથી મળેલી નોટિસને આધારે આવો દાવો કરાયો છે. શું બોલ્યા હતા શાહ : માન્યવર
હાલ એક ફેશન થઈ ગઈ છે. આંબેડકર...આંબેડકર...આટલું નામ જો ભગવાનનું લેત, સાત જન્મ સુધી
સ્વર્ગ મળી જાત.