• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

રઝળતા શ્વાનનાં ખતરા સામે બેદરકાર રાજ્ય સરકારોનો ઉધડો લેતી સુપ્રીમ

દુનિયામાં દેશની છબિ ખરડાઈ : તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને કોર્ટમાં હાજર થવાનો હુકમ

નવીદિલ્હી,તા.27: રસ્તે રઝળતા ખતરનાક કૂતરા પકડવા અને તેનાં ખસીકરણનાં આદેશનું પાલન ન થતાં સુપ્રીમ કોર્ટ ભડકી ગઈ હતી અને સખત નારાજગી વ્યક્ત કરી હતી. અદાલતે આજે સુનાવણી કરતાં આનાં માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતાં રાજ્ય સરકારોનો ઉધડો લીધો હતો. અદાલતે કહ્યું હતું કે, આનાં હિસાબે આખી દુનિયામાં દેશની છબિ ખરાબ થઈ રહી છે. તમને લોકોને બે માસ આપવામાં આવ્યા હતાં પણ તેમાં કોઈ કામ કરવામાં આવ્યું નથી. ઓગસ્ટમાં આનાં માટે આદેશ આપવામાં આવેલો અને હજી પણ લોકો પહેલાની જેમ જ ભટકતા કૂતરાનાં શિકાર બની રહ્યાં છે. સખત રોષે ભરાયેલી અદાલતે રઝળતા શ્વાનોની સમસ્યા ઉપર સોગંદનામું નહીં કરનારા તમામ રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોનાં મુખ્ય સચિવોને 3 નવેમ્બરે વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર થવાનો આદેશ પણ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, માત્ર દિલ્હી, પશ્ચિમ બંગાળ અને તેલંગણનાં નગર નિગમોએ સોગંદનામા આપ્યા છે. તેનાં સિવાયનાં તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોએ અદાલતમાં હાજર થવું પડશે. તેમણે સોગંદનામા શા માટે નહીં કર્યા તેનો ખુલાસો આપવો પડશે.

કોર્ટે આગળ દાખલો આપતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રનાં પુણેમાં એક બાળક ઉપર શ્વાનોએ હુમલો કરી દીધો હતો. એ પહેલા મહારાષ્ટ્રનાં ભંડારા જિલ્લામાં 20 કૂતરાએ એક બાળકી ઉપર હુમલો કરેલો. યુપીનાં લખનઉમાં પણ એક જ પરિવારનાં ત્રણ સદસ્યોને કૂતરા કરડી ગયા હતાં. આવી અનેક ઘટનાઓ છતાં રાજ્ય સરકારો તરફથી કોઈ જવાબ નથી મળ્યા. દુનિયામાં તમારા દેશની છબિ ખરડાઈ રહી છે. બે માસ આપવામાં આવ્યા હોવા છતાં હજી કંઈ જ કરવામાં આવ્યું નથી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરનારે મહિલાકર્મીનો બિભત્સ વીડિયો બનાવી 60 લાખ પડાવી લીધા આરોપીએ કંપનીના ડેટા ચોરી લઈ બદનામ કરવાની ધમકી આપી વધુ રૂ.1.20 કરોડની માગણી કરી’તી October 28, Tue, 2025