શંકરાચાર્ય વિવાદ
વચ્ચે યુપીના મુખ્યમંત્રીનો સંદેશો
લખનઉ, તા. રર ઃ પ્રયાગરાજ માઘ
મેળામાં શંકરાચાર્ય અંગેના
વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથે ધર્મ, રાષ્ટ્ર અને સનાતન ધર્મ પર એક તીક્ષ્ણ અને સ્પષ્ટ સંદેશો આપ્યો છે.
નામ લીધા વિના તેમણે કહ્યું કે આજે ધર્મની આડમાં સનાતન ધર્મને નબળો પાડવા પ્રયાસો થઈ રહ્યા છે અને સમાજે આવા લોકો સામે સતર્ક રહેવાની જરૂર છે. આવા તત્ત્વોને કાળનેમિ
ગણાવતા મુખ્યમંત્રી યોગીએ
કહ્યું કે આ લોકો બહારથી ધાર્મિક દેખાય છે પરંતુ આંતરિક રીતે ધર્મ વિરોધી એજન્ડા પર કામ કરી રહ્યા છે. યોગી, સંત કે સંન્યાસી માટે
ધર્મ અને રાષ્ટ્ર કરતાં વધુ મહત્ત્વનું કંઈ
નથી.
આ દરમિયાન અવિમુક્તેશ્વરાનંદને
બીજી નોટિસ આપવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું
કે, જો 24 કલાકની
અંદર સંતોષકારક જવાબ
નહીં મળે તો સંસ્થાને આપેલી
જમીન, સુવિધા પાછા લઈ લેવાશે.