નવી દિલ્હી, તા.23 : બાંગલાદેશની વચગાળાની સરકારે ફરી ભારત સામે ઝેર ઓક્યું છે. વિદેશ સલાહકાર તૌહીદ હુસેને કહ્યંy કે બાંગલાદેશે ભારત સાથે સંબંધ બગડે એવું કોઈ કામ કર્યું નથી ઉલટું ભારતને પૂછવું જોઈએ કે અમે એવું શું કર્યું કે જેથી સંબંધ બગડયા છે?
હુસેનનું આ નિવેદન એવા સમયે આવ્યું
છે જ્યારે ભારત-બાંગલાદેશના સંબંધ તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. મોહમ્મદ યુનુસ ઓગસ્ટ
2024માં સત્તામાં આવ્યા હતા અને હવે 12 ફેબ્રુઆરીના સંસદીય ચૂંટણી છે. હુસેને ભારતના
એ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી જેમાં ભારતે ઢાકાથી પોતાના રાજદ્વારીઓ પરત બોલાવી
લીધા હતા. હિન્દુઓની સુરક્ષા અને તેમના પર તાજેતરના હુમલાઓ અંગે હુસેને કહ્યું કે અમે
ભારતમાં લઘુમતીઓ પર અત્યાચાર અંગે કાંઈ બોલતા નથી. આશા કરું છું કે ભારતીય અધિકારીઓ
પણ એવી જ નીતિ અપનાવશે. ભારત પોતાના લઘુમતીઓનું ધ્યાન રાખે તે વધુ સારું રહેશે. અમે
અમારું કામ જાતે કરી લેશું.