ભારત
સરકાર અને લોકોનો પહેલા આભાર માન્યો, પોસ્ટ દૂર થતા અટકળો શરૂ
નવી
દિલ્હી, તા. 18 : પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ વચ્ચે 28 ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં
લગભગ 2.44 લાખ લોકો સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે વિદેશ મંત્રાલયમાં
એડિશનલ સેક્રેટરી (ગલ્ફ) અસીમ આર મહાજને કહ્યું હતું કે, ઈરાન સંઘર્ષમાં પાંચ ભારતીય
નાગરીકોના મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિ લાપતા છે. આ દરમિયાન ભારતમાં સ્થિત ઈરાની
દૂતાવાસે તસવીરો અને વીડિયો શેર કરીને ભારત તરફથી ઈરાનને મોકલવામાં આવેલી જીવન રક્ષક
દવાઓની ખેપ માટે આભાર માન્યો હતો. જો કે અમુક સમય બાદ પોસ્ટ હટાવી લેવામાં આવતા ચર્ચાઓ
શરૂ થઈ હતી.
વિદેશ
મંત્રાલય અનુસાર કન્ટ્રોલ રૂમ પુરી રીતે સક્રિય છે અને સતત ભારતીય નાગરિકોની સહાય કરવામાં
આવી રહી છે.
બીજી
તરફ અહેવાલ સામે આવ્યા હતા કે ભારતે એક માનવીય પગલું ભરતા ઈરાનને સ્વાસ્થ્ય સહાયની
પહેલી ખેપ મોકલી છે. મદદ પહોંચતા ભારતમાં ઈરાનના દૂતાવાસે તસવીર અને વીડિયો શેર કરીને
ભારત સરકાર અને ભારતના નાગરીકોનો આભાર માન્યો હતો. જો કે આ જીવન રક્ષક દવાઓની મદદ સંબંધિત
પોસ્ટ અમુક કલાકમાં જ ડિલીટ કરી દેવામાં આવી હતી અને સૂત્રોના હવાલાથી એવા રિપોર્ટ
સામે આવ્યા હતા કે ભારત સરકાર તરફથી ઈરાનને કોઈપણ પ્રકારની મદદ મોકલવામાં આવી હતી.