કઈઇએ
રૂ.61.32 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
સુરેન્દ્રનગર,
તા.18 : સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના
કડક અમલ વચ્ચે એલસીબી (કઈઇ) પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. મૂળી પોલીસ સ્ટેશન વિસ્તારની
સરા-ધાંગધ્રા ચોકડી પાસેથી રેતી ભરેલા ડમ્પરમાં છુપાવીને લઈ જવાતો રૂ. 40.47 લાખની
કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ડમ્પર અને કાર સહિત કુલ
રૂ.61.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા
એલસીબી પીઆઈ જે. જે. જાડેજા તથા પીએસઆઈ જે. વાય. પઠાણની ટીમ હાઈવે પર પેટ્રાલિંગમાં
હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સરા-ધાંગધ્રા ચોકડી પાસે એક શંકાસ્પદ ડમ્પરને
રોકવામાં આવ્યું હતું. ડમ્પરની તપાસ કરતા ઉપર રેતી ભરેલી હતી, પરંતુ અંદર તપાસ કરતા
વિદેશી દારૂની નાની-મોટી કુલ 10,068 બોટલો મળી આવી હતી. કિંમત રૂ. 40,47,680
આ ગુનામાં
પોલીસે જીજ્ઞેશગિરિ ગોસ્વામી, ગણપતગીરી ગોસ્વામી, દિનેશગિરિ ગોસ્વામી (તમામ રહે. વાવ-થરાદ)
તેમજ સ્વીફ્ટ કારના ચાલક અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત દારૂનો
જથ્થો મોકલનાર ભરતગિરિ ગોસ્વામી અને મગાવનાર બળવંતાસિંહ ઝાલા (રહે. નાગધ્રા, મૂળી)
સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.