બેટિંગ
ક્રમાંકમાં અભિષેક-ઇશાન પહેલા-બીજા સ્થાને
દુબઇ,
તા.18: ટીમ ઇન્ડિયાના સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહની આઇસીસી ટી-20 બોલિંગ ક્રમાંકમાં
ટોપ ફાઇવમાં ફરી એન્ટ્રી થઇ છે. પાછલા બે સપ્તાહથી તે કોઇ મેચ રમ્યો નથી. આમ છતાં તેની
રેન્કિંગમાં ફાયદો થયો છે. બીજી તરફ દ. આફ્રિકી પેસર કોબિન બોશ 6 નંબર પર ખસી ગયો છે.
જેથી બુમરાહ પ નંબર પર આવી ગયો છે. બુમરાહના 702 રેટિંગ પોઇન્ટ છે. વર્લ્ડ કપ ફાઇનલમાં
તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે ટી-20 બેટિંગ ક્રમાંકમાં અભિષેક શર્મા ટોચ પર
યથાવત્ છે. તેના ખાતામાં 87પ રેટિંગ પોઇન્ટ છે. તે જુલાઇ-202પથી ટી-20નો નંબર વન બેટર
છે.
ટી-20
બોલિંગ ક્રમાંકમાં કિવિઝ કેપ્ટન મિચેલ સેંટનરને ફાયદો થયો છે. તેણે આફ્રિકા સામેના
2 મેચમાં 3 વિકેટ લીધી છે. આથી તે 11 ક્રમની છલાંગ લગાવીને 13મા નંબર પર આવી ગયો છે.
રાશિદ ખાન ટોચ પર અને વરુણ ચક્રવર્તી બીજા નંબર પર છે. અબરાર અહમદ અને આદિલ રશીદ પછી
બુમરાહ પાંચ નંબર પર છે.
ટી-20
બેટિંગ ક્રમાંકમાં પહેલા-બીજા સ્થાને અભિષેક શર્મા અને ઇશાન કિશન છે. બન્ને વચ્ચે ફક્ત
4 અંકનું અંતર છે. તિલક વર્મા છઠ્ઠા અને ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ 9મા સ્થાને
છે.
ઓલરાઉન્ડર
ક્રમાંકમાં સિકંદર રઝા, હાર્દિક પંડયા અને સઇમ અયૂબ ટોચના ત્રણ સ્થાન પર છે.
બોલિંગ
ક્રમાંક
ક્રમ બોલર રેટિંગ
1 રાશિદ ખાન 7પ3
2 વરુણ ચક્રવર્તી 740
3 અબરાર અહમદ 736
4 આદિલ રશીદ 721
પ જસપ્રિત બુમરાહ 702
6 કોબિન બોશ 690
7 એડમ ઝમ્પા 682
8 મેથ્યૂ ફોર્ડ 667
9 મુસ્તાફિઝુર રહેમાન 66પ
10 મુજીબ ઉર રહેમાન 663
બેટિંગ
ક્રમાંક
ક્રમ બોલર રેટિંગ
1 અભિષેક શર્મા 87પ
2 ઇશાન કિશન 871
3 સાહિબઝાદા ફરહાન 848
4 ફિલ સોલ્ટ 792
પ પથૂમ નિસંકા 766
6 તિલક વર્મા 742
7 ટિમ સિફર્ટ 734
8 ડેવાલ્ડ બ્રેવિસ 723
9 સૂર્યકુમાર યાદવ 722
10 જોસ બટલર 716