રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું ઓઈલ અને કઙઋ સપ્લાય કરવા તૈયાર છે
મોસ્કો,
તા.16 : વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ
વચ્ચે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. ભારતમાં રશિયાના રાજદૂત
ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ
સમર્થન કરે છે અને કોઈપણ અવરોધ વિના ભારતની ઊર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા
કટિબદ્ધ છે.
પશ્ચિમ
એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં રશિયાએ ભારતને ઊર્જા ક્ષેત્રે મોટી ખાતરી આપી છે.
રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું ઓઇલ અને LPG સપ્લાય કરવા
તૈયાર છે. તેમણે અમેરિકા અને યુરોપને અવિશ્વસનીય ભાગીદાર ગણાવ્યા અને આક્ષેપ કર્યો
કે પ્રતિબંધોની ધમકીઓ આપીને અમેરિકા ભારત-રશિયાના સંબંધોમાં નુકસાનકારક ભૂમિકા ભજવી
રહ્યું છે. છેલ્લા એક મહિનામાં રશિયાથી ભારતની ઓઇલ આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ભારત
અને રશિયા વચ્ચેના ઐતિહાસિક સંરક્ષણ સંબંધોમાં નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. જ-400 વાયુ
રક્ષા પ્રણાલીના બાકી રહેલા જથ્થા ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે.
રશિયાએ
પુષ્ટિ કરી છે કે ભારત તેના પાંચમી પેઢીના અત્યાધુનિક લડાયક વિમાન SU-57માં રસ દાખવી
રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ અને રાઇફલ્સનું સંયુક્ત ઉત્પાદન બન્ને દેશના સફળ સહયોગનું
ઉદાહરણ છે.
ભારત
રૂસી તેલ ખરીદી નહીં શકે !
11
એપ્રિલના છૂટ સમાપ્ત થઇ, હવે ઇરાની, રૂસી તેલ પર અમેરિકાનો છૂટ દેવાનો ઇનકાર
નવી
દિલ્હી, તા. 16 : યુદ્ધ પ્રેરિત ઊર્જા સંકટથી ઉચાટ વચ્ચે અમેરિકાએ રશિયા અને ઇરાન પાસેથી
તેલ ખરીદીની છૂટ રોકવાનો ફેંસલો કર્યો છે. ભારતને હવે રશિયા પાસેથી તેલ ખરીદીની છૂટ
નહીં લંબાવાય, તેવું અમેરિકાએ કહ્યું હતું. અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેંટે કહ્યું
હતું કે, અમે રૂસી અને ઇરાની તેલ પર દેશોને મળી રહેલાં જનરલ લાયસન્સને રિન્યૂ નહીં
કરીએ.
અમેરિકાએ
પાંચમી માર્ચના ભારતને 30 દિવસની વિશેષ છૂટ આપી હતી. આ છૂટ પછીથી અન્ય દેશોને પણ મળી
હતી, જે 11મી એપ્રિલના સમાપ્ત થઇ ગઇ છે.
માર્ચમાં
અમેરિકી-ઇરાન યુદ્ધનાં કારણે દુનિયાભરમાં ક્રૂડતેલની કિંમતો વધીને 100 ડોલરને પાર થઇ
ગઇ હતી.
આ કિંમતોને
કાબૂમાં કરવા ટ્રમ્પ પ્રશાસને બીજા દેશોને પણ રશિયા પાસેથી તેલ ખરીદી કરવાની છૂટ આપી
હતી. અમેરિકી નાણામંત્રી બેસેંટે તે વખતે જણાવ્યું હતું કે, આ છૂટનો હેતુ દુનિયાભરમાં
તેલનો પુરવઠો વધારવાનો છે, જેથી વધતી કિંમતો પર અંકુશ લાવી શકાય.