ખંભાળિયા,તા.16: કલ્યાણપુરમાં આર્થિક ફાયદા માટે નિર્દોષ ગ્રામજનો અને સરકાર સાથે છેતરાપિંડી આચરી બોગસ લાયસન્સ બનાવી આપવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસની ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ દેવમુરારીએ કિશન નટવરલાલ ઉર્ફે નટુ સોમૈયા નામના શખસને ઝડપી લીધો છે. આરોપી પાસેથી એક જ લાયસન્સ નંબર ધરાવતા 12 અલગ-અલગ વ્યક્તિઓના બોગસ લાયસન્સ, મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ. 35,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આ મામલે એસ.ઓ.જી. પી.આઈ. રાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
પોસ્ટ
ઓફિસ સાથે સંકળાયેલ આરોપી પોતે આરટીઓ એજન્ટ હોવાની ઓળખ આપી ગ્રામ્ય વિસ્તારના અણસમજુ
લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. ટ્રાયલ વગર ઘરે બેઠા લાયસન્સ અપાવવાના વાયદા કરી
તે એક વ્યક્તિ પાસેથી રૂ. 3000 થી 8000 પડાવતો હતો. તે મોબાઈલમાં અન્યના લાયસન્સના
ફોટા એડિટ કરી તેની પ્રિન્ટ કાઢી આપતો હતો. પ્રાથમિક તપાસમાં તેણે આ રીતે આશરે 300
થી 400 જેટલા લોકોના બોગસ લર્નિંગ અને પાકા લાયસન્સ બનાવી ઠગાઈ કરી હોવાનું ખુલ્યું
છે.