હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનની ખેલાડી જૂ વેનજુન વિરુદ્ધ ટકરાશે
નવી
દિલ્હી, તા.16: ભારતની મહિલા શતરંજ ખેલાડી આર. વૈશાલીએ ઇતિહાસ રચ્યો છે. સાઇપ્રસમાં
આયોજિત ફિડે મહિલા કેન્ડિડેટસ ચેસ ટૂર્નામેન્ટ-2026માં વૈશાલી ચેમ્પિયન બની છે. આ ઉપલબ્ધિ
હાંસલ કરનારી તેણી પહેલી ભારતીય મહિલા શતરંજ ખેલાડી બની છે. આ જીત સાથે વૈશાલી હવે
ચીનની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જૂ વેનજુન વિરુદ્ધ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવાની
તક મળશે.
ભારતના
મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વૈશાલીની આ ઉપલબ્ધિ પર જણાવ્યું કે હવે ભારત પાસે
ઓપન અને મહિલા બન્ને વિશ્વ ખિતાબના મુકાબલામાં પ્રતિનિધિત્વ કરવા મળશે. ડી. ગુકેશ પહેલાથી
જ ઓપન વર્લ્ડ ચેમ્પિયન છે.
વૈશાલીએ
ગઇકાલે સફેદ મોહરાથી રમતા યુક્રેનની ખેલાડી કેટેરીના લાગ્નો સામે જીત નોંધાવી હતી.
વૈશાલીએ 14માંથી 8.પ પોઇન્ટ સાથે કેન્ડિડેટ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. વૈશાલીની
આ ઉપલબ્ધિ ભારતીય મહિલા ચેસ ક્ષેત્રે ઐતિહાસિક છે.