• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

પાકિસ્તાનમાં 75 ટકા હિંદુ પીડિત : યુનો

- યુનોના વિશેષજ્ઞો અનુસાર 2025માં બળજબરી ધર્માંતરણ અને યૌન હિંસાના બનાવોમાં મોટાભાગના

હિંદુ અને ખ્રિસ્તી

 

ઈસ્લામાબાદ, તા. 23 : પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓના અપહરણ, બળજબરી ધર્માંતરણ અને વિવાહની ઘટનાઓ ઉપર સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિશેષજ્ઞો અનુસાર 2025મા કરવામાં આવેલા બળજબરી ધર્મપરિવર્તનના મામલામાં 75 ટકા પીડિત હિંદુ સમુદાયની યુવતીઓ હતી, જ્યારે 25 ટકા ખ્રિસ્તી હતી.મોટાભાગની ઘટનાઓ 14થી 18 વર્ષની કિશોરીઓ સાથે થઈ હતી. રિપોર્ટ કરવામાં આવેલા કુલ બનાવમાંથી 80 ટકા બનાવ સિંધ પ્રાંતમાં બન્યા હતા.  વિશેષજ્ઞો અનુસાર 14થી 18 વર્ષની આયુષ્યની યુવતીઓને ખાસ નિશાન બનાવવામાં આવી રહી છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે ધર્મ પરિવર્તન પૂર્ણ રીતે સ્વતંત્ર અને દબાણમુક્ત હોવું જોઈએ. વિવાહ માટે પણ પુરી રીતે સ્વૈચ્છિક સહમતિ જરૂરી છે. જે સગીરાઓમાં કાનૂની રૂપથી સંભવ નથી. એક્સપર્ટના કહેવા પ્રમાણે પીડિતાઓને યૌન શોષણ, માનસિક દુર્વ્યવહાર, સામાજીક લંક અથવા ગંભીર માનસિક આઘાતનો સામનો કરવો પડી શકે છે. દંડ મુક્તિની સંસ્કૃતિના કારણે આવી ઘટનાઓ સતત વધી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક