બન્ને રાજ્યમાં મતદાનો રેકોર્ડ તૂટયો : પશ્ચિમ બંગાળની 152 બેઠક ઉપર અને તમિલનાડુમાં તમામ બેઠકો માટે મતદાનમાં બમ્પર પ્રતિસાદ
મમતા
બેનરજીએ કહ્યું, જઈંછના વિરોધમાં બમ્પર મતદાન, શાહે કહ્યું, ઝખઈનો સૂરજ ડૂબ્યો
નવી
દિલ્હી, તા. 23 : પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગુરૂવારે બમ્પર અને
ઐતિહાસિક મતદાન થયું હતું અને મતદાતાઓના જુસ્સાને ચૂંટણી પંચ દ્વારા પણ સલામ ભરવામાં
આવી હતી. બંગાળની 294 સીટમાંથી 152 સીટ ઉપર
પહેલા તબક્કામાં 92.14 ટકા મતદાન થયું હતું. જ્યારે તમિલનાડુમાં તમામ 234 સીટ ઉપર
84.95 ટકા મતદાન થયું હતું. બન્ને રાજ્યોમાં આઝાદી બાદનું સૌથી વધારે મતદાન નોંધાયું
છે. આ પહેલા તમિલનાડુમાં 2011માં સૌથી વધારે 78.29 ટકા રહ્યું હતું. જ્યારે બંગાળમાં
2011માં 84.72 ટકા મતદાન નોંધાયું હતું.
બંગાળમાં
સૌથી વધારે મતદાન રઘુનાથગંજ વિધાનસભા સીટ ઉપર થયું હતું. જ્યાં 95 ટકા મતદાતાઓએ પોતાના
અધિકારનો ઉપયોગ કર્યો હતો. બંગાળમાં જે સીટ ઉપર આકરી ટક્કર માનવામાં આવે છે તેમાં નંદીગ્રામ,
ખડગપુર, પુરૂલિયા, બાંકુરા અને ઝારગ્રામની સીટ સામેલ છે. રાજ્યમાં હવે બીજા તબક્કાનું
મતદાન 29 એપ્રિલના રોજ થશે. જેમાં 142 સીટ સામેલ છે. ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે મહત્વનું
નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ વખતે આઝાદી
બાદથી અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન થયું છે. તેમણે તમામ મતદાતાઓની સરાહના કરી હતી
અને કહ્યું હતું કે, ચૂંટણી પંચ તમામ મતદાતાને સલામ કરે છે. જેઓને મોટી સંખ્યામાં આવીને
પોતાના મતનો ઉપયોગ કર્યો છે.
તમિલનાડુની
તમામ 234 એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે પશ્ચિમ બંગાળની 152 સીટ
ઉપર
પહેલા તબક્કામાં મતદાન થયું હતું. બંગાળની ચૂંટણીમાં પહેલા તબક્કામાં જનતાએ 1478 ઉમેદવારોના
ભાગ્યનો ફેંસલો કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં એક તરફ ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. જ્યારે તમિલનાડુમાં ડીએમકેની આગેવાનીના ઈન્ડિ
ગઠબંધન અને એઆઈએડીએમકે-ભાજપના એનડીએ વચ્ચે ટક્કર છે.
બંગાળમાં
ચૂંટણી દરમિયાન અલગ અલગ જિલ્લામાંથી તણાવ અને ઘર્ષણના અહેવાલ સામે આવ્યા હતા. આ દરમિયાન
તમિલનાડુમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. મમતા બેનરજીએ ચૂંટણી બાદ કહ્યું હતું
કે, બંગાળની જનતાએ એસઆઈઆરના વિરોધમાં બમ્પર
મતદાન કર્યું છે. જ્યારે ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે, ટીએમસીનો સુરજ હવે ડૂબી ચુક્યો
છે.
આ અગાઉ
આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં પણ નવમી એપ્રિલે રેકોર્ડ મતદાન થયું હતું. આસામના ઈતિહાસમાં
સૌથી વધારે 85.91 ટકા, પુડ્ડુચુરીમાં 90 ટકા અને કેરળમાં 1987 બાદનું સૌથી વધારે
78.27 ટકા મતદાન થયું હતું. પાંચેય રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 4 મેના રોજ એકસાથે આવશે.
મુર્શિદાબાદથી
લઈને કૂચબિહાર સુધી બંગાળમાં ચૂંટણી હિંસા
આસનસોલમાં
ભાજપ વિધાયકની કાર ઉપર પથ્થરમારો : મુર્શિદાબાદમાં ભાજપ-ઝખઈ સમર્થકો વચ્ચે ઘર્ષણ :
સુવેન્દુ અધિકારી ઉપર થયો હુમલો
કોલકાતા,
તા. 23 : પશ્ચિમ બંગાળમાં ગુરુવારે પહેલા તબક્કાના મતદાન દરમિયાન હિંસાના બનાવો સામે
આવ્યા હતા. પુરા રાજ્યમાં હિંસાનો માહોલ રહ્યો હતો. આસનસોલ, માલદા, કૂચબિહાર, સિલીગુડી,
મુર્શિદાબાદ તમામ જગ્યાએથી ઘર્ષણના અહેવાલો સામે આવ્યા હતા. ઉમેદવારોને ઘેરીને અને
દોડાવીને માર મારવામાં આવ્યો હતો. અમુક જગ્યાએ લાઠીચાર્જ થયો હતો તો ઘણા સ્થળે નેતાઓ
ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આસનસોલમાં
ભાજપ વિધાયક અગ્નિમિત્રા પોલની કાર ઉપર અજ્ઞાત લોકોએ હુમલો કર્યો હતો. બનાવ રહમતનગરમાં
બની
હતી. તેઓ મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરીને આગળ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર ઉપર
પથ્થર ફેંકવામાં આવ્યો હતો. આ બનાવમાં સુરક્ષા ટીમના સભ્યોને હળવી ઈજા પહોંચી હતી.
બંગાળના
કેશપુરમાં મત આપ્યા બાદ બૂથની સામે જ એક મહિલાનું મૃત્યુ થયું હતું. જો કે આ બનાવને
ચૂંટણી હિંસા સાથે જોડવામાં આવી નહોતી.
બીજી
તરફ મુર્શિદાબાદમાં હુમાયુ કબીર અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. એજેયુપી
પ્રમુખ અને રેજીનગર ઉમેદવાર હુમાયુ કબીર એક ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે ટીએમસી સમર્થકો
સાથે મારામારી થઈ હતી. સ્થળ ઉપર રહેલી પોલીસ સાથે પણ હુમાયુની બોલાચાલી થઈ હતી. કહેવાય
છે કે હુમલાખોરોએ હુમાયુની કારની ઘેરી લીધી હતી. તેઓના હાથમાં પથ્થર, લાકડી વગેરે હતા.
માલદા
જીલ્લાના હરિશ્ચંદ્રપુર વિધાનસભા ક્ષેત્રમાં ટીએમસીના જ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી
અને એક ચૂંટણી કેમ્પની ઓફિસમાં જોરદાર તોડફોડ કરવામાં આવી હતી.
સિલીગુડીના
જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ સ્થિત બુથમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બહાર ટીએમસી
અને ભાજપના કાર્યકરો વચ્ચે અચાનક ઉગ્ર બલાચાલી હતી અને જોતજોતામાં મામલો હાથચાલાકી
સુધી પહોંચી ગયો હતો.
માલદાના
મોથાબાડીમાં ઈવીએમ ખરાબ થઈ જતા મતદારો રોષે ભરાયા હતા અને અધિકારીઓને ઘેરી લીધા હતા.
અમુક મતદાતા સેક્ટર અધિકારીને હાથ પકડીને બહાર ખેંચતા અને મારામારી કરતા જોવા મળ્યા
હતા.
કુચબિહારના
તુફાનગંજમાં મતદાન દરમિયાન ભારે ભીડ એકત્રિત થતા સ્થિતિ તણાવ ભરેલી બની હતી. બાદમાં
સીએપીએફના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને લાઠીચાર્જ કરીને ભીડને ખદેડી હતી.
દક્ષિણ
દિનાજપુરના કુમારગંજમાં ભાજપ ઉમેદવાર સુવેન્દુ સરકાર ઉપર કથિત રીતે ટીએમસી સમર્થકોએ
હુમલો કર્યો હતો. સુવેન્દુએ આરોપ મુક્યો હતો કે પોલીસની હાજરીમાં ટીએમસીના ગુંડાઓએ
હુમલો કર્યો હતો.