• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

રબાડા ફરી વિવાદમાં : સિગારેટ ફૂંકતો ઝડપાયો

ડોપિંગમાં પોઝિટિવ રહ્યા પછી ગત સીઝનમાં આફ્રિકા પરત ફર્યો હતો

નવી દિલ્હી, તા.22 : દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર કાગિસો રબાડા ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગુજરાત ટાઇટન્સનો આ બોલર સિગારેટ ફૂંકી રહ્યો હોય તે જોવા મળે છે. વીડિયો ક્લિપમાં રબાડાનો ચેહરો સ્પષ્ટ નજરે પડતો નથી. તેની આજુબાજુ ગુજરાત ટાઇટન્સની જર્સીમાં કેટલાક ખેલાડી નજરે પડે છે. રિપોર્ટ અનુસાર આ વીડિયો ગુજરાત ટાઇટન્સ ટીમની હોટેલનો છે.

સિગારેટ પીવી ક્રિકેટના કોઈપણ ડોપિંગ વિરોધી નિયમનું ઉલ્લંઘન ગણાતું નથી. આમ છતાં રબાડા જેવો વિશ્વસ્તરીય ઝડપી બોલર મેચ અગાઉ કે પછી સિગારેટ ફૂંકે તે ચર્ચિત બન્યું છે. રબાડાએ મુંબઈ સામેના મેચમાં 1પ0 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી અને પાવર પ્લેમાં જ 3 વિકેટ લીધી હતી. સીઝનમાં તેના નામે 6 મેચમાં 10 વિકેટ છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે રબાડાએ ગયા વર્ષે અધવચ્ચે આઇપીએલ છોડયું હતું. તે આફ્રિકા પરત ફર્યો હતો. બાદમાં એવું જાહેર થયું હતું કે આફ્રિકન ઇન્સ્ટિટયૂટ ફો ડ્રગ્સ દ્વારા તેના પર એક મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. બાદમાં એક મહિના પછી પરત ફર્યો હતો અને સોશિયલ મીડિયા પર માફી માગી હતી. રબાડા આફ્રિકી લીગ એસએ20 દરમિયાન ડોપ ટેસ્ટમાં પોઝિટીવ રહ્યો હતો.

--------

ઇ-પેપરના નવા શુલ્ક