નવી દિલ્હી, તા.23: ઓસ્ટ્રેલિયાનો સ્ટ્રાઇક બોલર મિચેલ સ્ટાર્ક ખભા અને કોણીની ઇજામાંથી બહાર આવી ગયો છે અને હવે આઇપીએલનો હિસ્સો બનવા તૈયાર છે. જે દિલ્હી કેપિટલ્સ ટીમ માટે ઘણા રાહતજનક સમાચાર છે કારણ કે તેનું બોલિંગ યુનિટ પાછલા 3 મેચથી સંઘર્ષ કરી રહ્યું છે. પાછલા મેચમાં દિલ્હીના બોલર્સની ધોલાઇ કરીને સનરાઇઝર્સ બેટર અભિષેક શર્મા 13પ રન ફટકાર્યાં હતા. 36 વર્ષીય મિચેલ સ્ટાર્ક શુક્રવારે ભારત પહોંચશે અને તા. 1 મેના રોજ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધના મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી મેદાનમાં ઉતરશે. સ્ટાર્ક જાન્યુઆરીના અંત પછી ક્રિકેટ રમ્યો નથી. છેલ્લે તેણે એશિઝ સિરીઝમાં શાનદાર દેખાવ કરીને 31 વિકેટ લીધી હતી. ઇજાને લીધે તેણે ટી-20 વિશ્વ કપ પણ ગુમાવ્યો હતો.