ચીનના મીડિયાએ પુતિનની યાત્રાને ટ્રમ્પ કરતાં વધુ ગંભીર ગણાવી
નવીદિલ્હી, તા.17: અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ચીનની બે દિવસની યાત્રા કરી હતી અને હવે રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનનો પ્રવાસ કરવાના છે. રશિયા અને ચીને આ યાત્રાની પુષ્ટિ
પણ કરી છે. પુતિન 19થી 20મી મે વચ્ચે ચીનની યાત્રા કરશે.
ચાલુ વર્ષે પુતિનનો આ પ્રથમ વિદેશ
પ્રવાસ હશે. જેમાં પુતિન અને શી જિનપિંગ યુક્રેન યુદ્ધ રોકવાથી લઈને પરમાણુ શત્ર નિયંત્રણ
સમજૂતી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવાના છે. ચીનના મીડિયામાં પુતિનની આ યાત્રાને ટ્રમ્પના
ચીન પ્રવાસ કરતાં વધુ મહત્ત્વની ગણાવવામાં આવી રહી છે. ચીનના મીડિયાના અહેવાલોમાં કહેવામાં
આવી રહ્યું છે કે, ટ્રમ્પનો પ્રવાસ ઔપચારિક વધુ હતો જ્યારે પુતિનની આ યાત્રા અધિક ગંભીર
અને વ્યૂહાત્મક મુદ્દાઓ ઉપર કેન્દ્રિત છે.