ચેન્નઈ, તા. 16 : ચેન્નઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઇકલ હસી અનુસાર લખનઉ સુપર જાયન્ટ્સ સામે મળેલી હાર બાદ આઇપીએલમાં સીએસકેના બાકી બચેલા દરેક મેચ ફાઇનલ જેવા થયા છે અને તેઓને ટૂર્નામેન્ટનો આવો સમય પસંદ આવે છે. પ્લેઓફની દોડમાંથી પહેલાથી જ બહાર એલએસજીની ટીમે સીએસકેને હરાવી હતી. જેનાથી સીએસકેના 12 મેચમાં 12 અંક રહ્યા છે અને બાકી બચેલા બન્ને મેચ નોકઆઉટ જેવા બન્યા છે. ચેન્નઈએ લખનઉ સામે 188 રનનું લક્ષ્ય રાખ્યું હતું. જેને મિચેલ માર્શની 38 બોલમાં 90 રનની ઇનિંગની પાર કરી લીધું હતું.
હસીએ
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓને ટૂર્નામેન્ટનો વર્તમાન સમય ખૂબ પસંદ
આવે છે કારણ કે દરેક મેચ ફાઇનલ જેવો હોય છે. વર્તમાન સમયે સીએસકેની આવી જ સ્થિતિ છે. હસીએ કહ્યું હતું કે, તેણે પોઇન્ટ ટેબલ
ઉપર વધારે ધ્યાન આપ્યું નથી પણ શીર્ષ ચારમાં જગ્યા મેળવવા અમુક ટીમો સારો એવો સંઘર્ષ
કરી રહી છે. તેવામાં સીએસકેએ પણ પોતાના બચેલા બન્ને મેચ જીતવા પડશે અને અમુક અન્ય ટીમનાં
પરિણામ ઉપર નિર્ભર રહેવું પડશે.