શશાંકના સંઘર્ષ બાદ પંજાબ કિંગ્સના 6/199 : RCBનો 23 રને વિજય
ધર્મશાલા
તા.17: વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આઇપીએલ-2026 સીઝનમાં પ્લેઓફમાં
પહોંચનારી પહેલી ટીમ બની છે. આજના પહેલા મેચમાં આરસીબીનો પંજાબ કિંગ્સ સામે 23 રને
શાનદાર વિજય થયો છે. શરૂઆતના 7 મેચ સુધી અપરાજિત રહેનાર પંજાબ કિંગ્સની આ સતત છઠ્ઠી
હાર છે. હવે તેના માટે પ્લેઓફની રાહ ઘણી કઠિન બની ચૂકી છે. આરસીબીના 4 વિકેટે 222 રનના
જવાબમાં પંજાબ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રને હાંફી ગઇ છે. આ જીતથી આરસીબીના 13 મેચમાં
9 જીતથી 18 અંક થયા છે અને પ્લેઓફ માટે કવોલીફાય થઇ છે. પંજાબના ખાતામાં હવે 13 મેચમાં
6 જીતથી 13 અંક છે.
223
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે પાવર પ્લેમાં જ 49 રનમાં 3 વિકેટ ગુમાવી
દીધી હતી. પ્રિયાંશ આર્ય ઝીરોમાં, પ્રભસિમરન સિંઘ 2 અને કપ્તાન શ્રેયસ અય્યર 1 રને
આઉટ થયા હતા. ભુવનેશ્વર પ્રારંભે જ ત્રાટકયો હતો અને બે વિકેટ લીધી હતી. આ પછી કૂપર
કોનલીએ 37 અને શ્રેયાંસ શેગડેએ 3પ રનની ઝડપી ઈનિંગ રમી હતી, પણ 93 રનમાં પ વિકેટ પડી
જવાથી પંજાબ દબાણમાં આવી ગયું હતું. આ સ્થિતિમાં શશાંક સિંહ અને માર્કસ સ્ટોઇનિસે આરસીબી
બોલર્સમાં કાઉન્ટર એટેક શરૂ કર્યું હતું. આ બન્ને વચ્ચેની 32 દડામાં 67 રનની ભાગીદારી
થઇ હતી. મેચમાં પંજાબ માટે વિજયની તક બની હતી, પણ સ્ટોઇનિસ 37 રને અને શશાંક 27 દડામાં
4 ચોક્કા-4 છક્કાથી પ6 રને આઉટ થતાં આરસીબીની જીત નિશ્ચિત બની હતી. આરસીબી તરફથી રસિખ
ડારે 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વરના નામે બે વિકેટ રહી હતી.
આ
પહેલા વિરાટ કોહલીના 37 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી આકર્ષક પ8 રન, દેવદત્ત પડીક્કલના
2પ દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 4પ રન અને વૈંકટેશ અય્યરના 40 દડામાં 8 ચોક્કા અને 4
છક્કાથી આતશી-અણનમ 73 રનથી આરસીબીના 4 વિકેટે 222 રન થયા હતા. ટિમ ડેવિડ 12 દડામાં
2 ચોક્કા-2 છક્કાથી 28 રને નોટઆઉટ રહ્યો હતો. પંજાબના સ્પિનર હરપ્રિત બારને 2 વિકેટ
મળી હતી.