તાતા ઈલેક્ટ્રોનિક્સ સાથે MOU: નેધરલેન્ડે મોદીને સોંપ્યા ચોલ રાજવંશ સંબંધિત તામ્રપત્ર
નવી દિલ્હી, તા. 17 : પાંચ દેશના
પ્રવાસે નીકળેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા હતા. છેલ્લાં
આઠ વર્ષમાં આ પીએમ મોદીની પહેલી સ્વીડન યાત્રા બની છે. આ પહેલાં 2018માં પહેલી ઇન્ડિયા
નોર્ડિક સમિટ દરમિયાન સ્વીડનનો પ્રવાસ કર્યો હતો. આ વખતનો પ્રવાસ મહત્ત્વનો એટલે માનવમાં
આવે છે કારણ કે સ્વીડન સાથે ટ્રેડ, ટેક્નોલોજી, ગ્રીન ટ્રાન્ઝિશન અને ડિફેન્સ સહયોગને
નવી રફતાર આપવા માટે મહત્ત્વની વાતચીત થઈ શકે છે.
વૈશ્વિક ભૂરાજનીતિમાં પરિવર્તનને
કારણે, ભારત અને નેધરલેન્ડ્સે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા
હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ડચ સમકક્ષ રોબ જેટ્ટેન વચ્ચેની વાતચીત દરમિયાન
સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત 17 કરાર પર
હસ્તાક્ષર કર્યા હતા. આ કરારોમાં ગુજરાતમાં ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે
ડચ કંપની એએસએમએલ અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે એમઓયુ તેમજ 11મી સદીની ઐતિહાસિક
ચૌલ તામ્રપટ્ટિકા ભારત લાવવાની સમજૂતીનો સમાવેશ થાય છે.
શનિવારે સાંજે તેમની મુલાકાતમાં
બંને વડાપ્રધાનોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ ખાસ કરીને વૈશ્વિક ઊર્જા પુરવઠા અને વેપાર
માળખામાં વિક્ષેપો સહિતનો સમાવેશ થાય છે.
આ અગાઉ નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન
પીએમ મોદીની હાજરીમાં ચોલ રાજવંશ સંબંધિત તામ્રપત્ર ભારતને સોંપવામાં આવ્યા હતા. આ
કાર્યક્રમમાં પીએમ મોદીએ ડચ પીએમ માર્ક રૂટે સાથે ભાગ લીધો હતો અને તમામ ભારતીયો માટે
ગર્વની ક્ષણ બતાવી હતી અને બન્ને દેશ વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક ગણાવી હતી. પીએમ
મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ચોલ યુગના તામ્રપત્ર ભારત પરત લાવવામાં
આવી રહ્યા છે અને આ દરેક ભારતીય માટે ખુશીની ક્ષણ છે. આ તામ્રપત્રમાં 21 મોટા અને ત્રણ
નાના તામ્રપત્ર સામેલ છે. જેના ઉપર તમિલ ભાષામાં શિલાલેખ લખાયેલા છે. આ તામ્રપત્રનો
સંબં ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમ સાથે છે અને તેમના પિતા રાજારાજા ચોલ પ્રથમ દ્વારા
અપાયેલાં વચનોને ઔપચારિક રૂપ આપે છે.