• મંગળવાર, 19 મે, 2026

હવે બિહારના સાસારામમાં ટ્રેનમાં આગ

ત્રણ દિવસમાં સતત ત્રીજી ઘટના : ટ્રેનની સુરક્ષા ઉપર ઊઠી રહ્યા છે સવાલ

પટણા, તા. 18 : બિહારના સાસારામ રેલવે સ્ટેશને આરા થઈને પટણા જનારી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ટ્રેનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની હતી. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનાઓમાં કોઈપણ યાત્રીને નુકસાન પહોંચ્યું નથી.

ગત 15મી મેના હૈદરાબાદથી શરૂ થયેલો ટ્રેનમાં આગનો સીલસીલો બિહાર સુધી પહોંચ્યો છે. સતત ત્રણ દિવસથી બનેલી ઘટનાઓએ રેલવે પ્રશાસનની ઊંઘ ઉડાડી દીધી છે. તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોમાં પણ ડર પેદા થયો છે. હૈદરાબાદના નામપલ્લી સ્ટેશને હૈદરાબાદ-જયપુર ટ્રેનના ખાલી કોચમાં આગ લાગી હતી. બાદમાં 17મી મેના તિરુવનંતપુરમ - હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં આગનો બનાવ બન્યો હતો. આ ઘટના મધ્ય પ્રદેશના રતલામ જંક્શનથી આગળ બની હતી. ટ્રેનના બી-1 કોચમાં આગ લાગી હતી. આ ઘટનામાં રેલવેએ ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભારતીય રેલવેના કોચમાં આગ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા અને સિસ્ટમની વિશેષ ચકાસણી શરૂ કરવામાં આવી છે.

આ દરમિયાન સોમવારે સવારે બિહારના સાસારામમાં ટ્રેનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઈપણ યાત્રીને ઈજાના અહેવાલ સામે આવ્યા નથી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક