• શનિવાર, 23 મે, 2026

‘ભારત-સાઈપ્રસના સંબંધ સમયની કસોટીએ ખરા ઉતર્યા’

દિલ્હીમાં સાઈપ્રસના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ કરી દ્વિપક્ષીય વાતચીત

નવી દિલ્હી, તા. 22 : ભારત અને સાઈપ્રસના સંબંધોને નવી મજબૂતી આપવાની દિશામાં શુક્રવારે પીએમ મોદી અને સાઈપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, બન્ને દેશની મિત્રતા મજબૂત હોવાની સાથે ભવિષ્યની જરૂરીયાત અને સંભાવનાને અનુરૂપ પણ છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, એનએસ અજીત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સહિત બન્ને દેશના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ સાઈપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. આ દરમિયાન કહ્યું હતું કે, બન્ને દેશના સંબંધ સમયની કસોટી ઉપર ખરા ઉતર્યા છે અને હવે તેને નવી દિશા આપવા માટે રણનીતિક ભાગીદારના સ્તરે લઈ જવામાં આવી રહ્યા છે. ભારત અને સાઈપ્રસની ભાગીદારી લોકતંત્ર, કાયદાના શાસન અને સંપ્રભુતા તેમજ ક્ષેત્રીય અખંડતાના સન્માન જેવા મૂલ્યો ઉપર છે. ભારત હંમેશા આ સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, છેલ્લા એક દશકમાં સાઈપ્રસથી ભારતમાં રોકાણ લગભગ બમણું થયું છે. જે બન્ને દેશ વચ્ચે વધતા વિશ્વાસને બતાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક