અમરેલી,તા.21: અમરેલી એસ.ઓ.જી.ની ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, ધારી તાલુકાના માણાવાવ ગામ ખાતે આંબરડી ગામ તરફ જવાના કાચા રસ્તે આવેલી જયરાજ વાળાની વાડી-ખેતરમાં ટ્રકના કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો આવ્યો છે તેમજ વાડીમાં દારૂનું કટીંગ ચાલુ છે. તેવી બાતમીના આધારે રેઈડ કરતા રૂ. 25,97,580ની કિંમતની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 15,108 સહિત કુલ રૂ.46,52,580નો મુદ્દામાલ કબ્જે કરી જયરાજ જોરૂભાઈ વાળાને ઝડપી લેવાયો હતો. જ્યારે ચાર આરોપીને ફરાર જાહેર કરી તેમની વિરુધ્ધમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.