નવી દિલ્હી, તા.21: આવનારા સમયમાં ગંગા નદી ઉપર ખતરાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ગંગા નદી અને ઉત્તરાખંડનાં સંવેદનશીલ હિમાલયી પર્યાવરણને બચાવવાની દિશામાં એક મહત્ત્વનું સોગંદનામું દાખલ કરેલું અને તેમાં કહ્યું હતું કે, ગંગા નદીનાં ઉપરી બેસિનમાં પર્યાવરણને થનારું નુકસાન જળવિદ્યુત કાર્યક્રમોથી મળનારા આર્થિક લાભ કરતાં ઘણું વધું છે. કેન્દ્ર સરકારે ગુહાર લગાવી છે કે, ભવિષ્યમાં અહીં કોઈપણ નવા જળવિદ્યુત પ્રોજેક્ટને અનુમતિ આપવી ન જોઈએ.
જો
કે કેન્દ્ર સરકારે એવું પણ સ્પષ્ટ કર્યુ છે કે, અલકનંદા અને ભાગીરથી નદી ઘાટીઓમાં પહેલાથી
ચાલતાં 7 આવા પ્રોજેક્ટને ચાલુ રાખી શકાય તેમ છે. જો કે તેમાં પર્યાવરણ સુરક્ષાનાં
કઠોર નિયમોનું પાલન થવું જરૂરી બને છે. કેન્દ્ર સરકારે અનુરોધ કર્ય છે કે, ટિહરી, તપોવન
વિષ્ણુગઢ, વિષ્ણુગઢ પિપલકોટી, સિગ્નોલી ભટવારી, ફાટા બ્યંગ, મદમહેશ્વર અને કાલીગંગા
પરિયોજનાઓને આગળ વધારવાની મંજૂરી આપવી જોઈએ.