• શનિવાર, 23 મે, 2026

રોનાલ્ડોનો ઈંતઝાર ખતમ : સાઉદી પ્રો લીગમાં અલ-નાસર ક્લબ ચેમ્પિયન

            જીત બાદ ધ્રુસકે ધ્રુસકે રડયો અને ડ્રમ વગાડયું

રિયાદ તા.22: ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો ત્રણ વર્ષનો ઈંતઝાર ખતમ થયો છે. સાઉદી અરબ પ્રો લીગમાં રોનાલ્ડોની ટીમ અલ-નાસર ચેમ્પિયન બની છે. આ કલબ સાથે જોડાયા બાદ રોનાલ્ડોની આ પહેલી ટ્રોફી છે. જે હાંસલ કર્યાં પછી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો. ફાઇનલ મુકાબલામાં ડામૈક કલબ વિરૂધ્ધ અલ-નાસરનો 4-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. રોનાલ્ડોએ બીજા હાફમાં બે ગોલ કરીને તેની ટીમ અલ-નાસરની જીત નિશ્ચિત કરી દીધી હતી. ચેમ્પિયન થયા બાદ રોનાલ્ડોએ ડ્રમ વગાડયું હતું અને માથા પર કપડું બાંધી ટ્રોફી લેવા પોડિયમ પર આવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક