યુરોપના નેતાઓને સ્વદેશી અને દેશના લોકોની મહેનત દર્શાવતા ઉપહારો મોદીએ આપ્યા
નવી
દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દેશના પ્રવાસ દરમિયાન ત્યાંના રાષ્ટ્રાધ્યક્ષોને
ઘણી યાદગાર ભેટ આપી છે. આ ભેટ પૂરી રીતે સ્વદેશી હતી અને તેમાં ભારતીય પરંપરા અને સ્વાદ
તેમજ દેશના ખેડૂતોની મહેનત જોવા મળે છે. પીએમ મોદીએ ઈટાલીના પીએમ જોર્જિયા મેલોનીને
મેલોડી બાદ વધુ બે ભેટ આપી હતી. સાથે જ યુએઇ, નેધરલેન્ડ, સ્વીડન અને નોર્વેના પ્રમુખોને
પણ ઉપહાર આપ્યા હતા. મોદીએ જોર્જિયા મેલોનીને શિરુઈ લિલી ડિઝાઇનની રેશમી શાલ આપી હતી.
જે મણિપુર સ્થિત શિરુઈ કાશોંગ શિખર અને શિરુઈ લીલી ફૂલથી પ્રેરિત છે. આ ઉપરાંત અન્ય
એક મૂગા રેશમથી બનેલી શાલ પણ આપી હતી. જેને સ્વર્ણ રેશમ પણ કહેવામાં આવે છે. યુનોના
ખાદ્ય અને કૃષિ સંગઠનનના મહાનિર્દેશક ડો. કયૂ ડોંગ્યૂને મિલેટ (જાડું ધાન)નો ઉપહાર
આપ્યો હતો. જે બાજરા અને જુવારથી બનેલો હતો. આ ઉપરાંત દેશનાં અલગ અલગ સ્થળે ઉગાડેલા
ચોખા આપ્યા હતા. નેધરલેન્ડના રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને જયપુરની જીઆઇ
ટેગની બ્લ્યૂ પોટરી અને બુટિયા ઉપહારમાં આવ્યા હતા.