• શનિવાર, 23 મે, 2026

ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમની સંભાવના

મંત્રીમંડળ સમિતિની સોમવારે મળનારી બેઠકમાં મહત્ત્વની ઘોષણા થવાની શક્યતા

ગાંધીનગર, તા. 22: રાજ્યની સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ અંગેનો નિર્ણય આગામી સપ્તાહમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેત સચિવાલયના વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી

રહ્યા છે.

સચિવાલયના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ અંગેનો નિર્ણય કરવા માટે રાજ્ય સરકારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષપદે સમિતિની રચના કરી છે, જેની સોમવારે પ્રથમ

બેઠક મળશે.

બપોરે 1:00 વાગે મળનારી આ બેઠકમાં સરકારે અગાઉ વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં કરેલા નિર્ણયોની સમીક્ષા તેમજ કર્મચારી સંગઠનો દ્વારા મળેલી રજૂઆતોની સમીક્ષા કરી યોગ્ય અહેવાલ તૈયાર કરશે. જે અહેવાલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રજૂ થશે. આ પછી જ રાજ્ય સરકાર દ્વારા આગળના નિર્ણયો કરવામાં આવશે.

સચિવાલયના સૂત્રોએ એ વાત સ્વીકારી છે કે કર્મચારી સંગઠનોએ જે રીતે વર્ક ફ્રોમ હોમ ની તૈયારી બતાવી છે તેને સરકારે સકારાત્મકતાથી લીધું છે અને હવે આ મુદ્દે પુખ્ત વિચારણા કરી મંત્રીમંડળની સમિતિના અહેવાલ પછી કેબિનેટમાં વધુ એક વાર ચર્ચા કરી આખરી નિર્ણય લેવામાં આવશે.

છેલ્લા બે દિવસથી ગાંધીનગરના સચિવાલયના કર્મચારીઓમાં આ મુદ્દો ચર્ચાઓ સુધી પહોંચ્યો છે.

શનિ-રવિની રજા હોવાથી સોમવારે સચિવાલય ખુલતા જ બપોરે 1:00 વાગે મંત્રીમંડળના સભ્યોની સમિતિની બેઠક પર સૌની નજર અત્યારે મંડાયેલી છે. 

-----------------

પેટ્રોલ, ડીઝલ, વિદેશી ચલણ સંદર્ભે રાજ્ય સરકારે સૂચનાઓ આપી જ છે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 2 દિવસ પહેલા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ સરકારી કામકાજમાં પ્રવાસો શક્ય તેટલા ઓછા રાખવા, અને જ્યાં શક્ય હોય ત્યાં ટેલિફોન, મોબાઇલ, ઈ-મેઈલ તથા વીડિયો કોન્ફરન્સિંગ જેવા આધુનિક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા જણાવાયું છે. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ, વિદેશમાં યોજાતા તાલીમ-પરિસંવાદો અને અભ્યાસ પ્રવાસોમાં ભાગ લેવાનું ટાળવા સૂચન કરવામાં આવ્યું છે. સરકારી તમામ વિભાગોને પોતાના વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા, ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક