• શનિવાર, 13 જૂન, 2026

કેરળમાં બે વર્ષ બાદ નિપાહ વાયરસનું સંક્રમણ દેખાયું

43 વર્ષીય દર્દી વેન્ટિલેટર પર, આઠ વર્ષમાં છઠ્ઠીવાર સંક્રમણની વાપસી

તિરૂવનંતપુરમ્, તા. 11 : કેરળમાં ચાલુ વર્ષે નિપાહ વાયરસનો પહેલો કેસ મળ્યો છે. કોઝિકોડનો રહેવાસી દર્દી 43 વર્ષનો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ્ય સરકારે સમગ્ર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરી દીધો હતો.

હળવો તાવ આવતાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો પછી કોઝિકોડ મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો. હાલત ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર રખાયો હતો.

આરોગ્યમંત્રી કે. મુરલીધરને કહ્યું હતું કે, દર્દી અનેક લોકોના સંપર્કમાં આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફ અને સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરેન્ટાઈન થવા કહેવાયું હતું.

કેરળમાં 2018 પછીથી છઠ્ઠીવાર નિપાહ વાયરસનું સંક્રમણ ફેલાયું છે. છેલ્લીવાર 2024માં બે કેસ મળ્યા હતા જેમાંથી એકનું મોત થઈ  ગયું હતું.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક